અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત, દારૂની બોટલો મળી

અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત, દારૂની બોટલો મળી

અમદાવાદમાં થાર-ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત, દારૂની બોટલો મળી

Blog Article

અમદાવાદના એસપી રિંગ રોડ પરના બોપલ ફ્લાયઓવર નજીક સોમવાર, પહેલી જૂને થાર-ફોર્ચ્યુનર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત મોત થયાં હતાં અને એક ઘાયલ થયો હતો. અકસ્માતમાં સામેલ એક વાહનમાં દારૂનો જથ્થો હતો. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

દારૂ વહન કરતી ફોર્ચ્યુનર કાર રોડ પર યુ-ટર્ન લેતી થાર સાથે અથડાઈ હતી, તેનાથી થાર કાર 150 ફૂટ દૂર ફંગોળાઈ હતી અને બે સવારોના મોત થયા હતા. ફોર્ચ્યુનર અકસ્માત સ્થળથી 300 મીટર દૂર ફેંકાઈ ગઈ હતી. ફોર્ચ્યુનર 150થી 200 કિમી/કલાકની ઝડપે જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અથડામણ લગભગ 200 કિમી/કલાકની ઝડપે થઈ હતી. કારનું સ્પીડોમીટર 200 કિમી/કલાકની ઝડપે અટકેલું જોવા મળ્યું હતું.

મૂળ વિરમગામના રિયલ એસ્ટેટ બિઝનેસમેન મનીષ ભટ્ટ (52) અને અજીત કાઠી (32) થાર કારમાં હતા અને બંનેએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતાં. દરમિયાન ફોર્ચ્યુનરના ચાલક ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુનું પણ મોત થયું હતું. રાજસ્થાનના સાંચોરનો રહેવાસી રાજુરામ બિશ્નોઈ (24) ઘાયલ થયો હતો અને તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

Report this page